Showing posts with label આદિવાસી તહેવાર. Show all posts
Showing posts with label આદિવાસી તહેવાર. Show all posts

Monday, April 30, 2018

આખાત્રીજના તહેવાર(શન)



આખત્રીજ ડાંગી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. અખાત્રીજ વર્ષનો અંતમાં આવતો તહેવાર છે જેને સ્થાનિક આદિવાસીઓ છેલ્લો તહેવાર પણ કહે છે અખાત્રીજ પછી તેરાની શરૂઆત થાય છે. વર્ષોથી જંગલ સાથે જોડાયેલા આદિવાસી લોકો કુદરતને પોતાનો ગણીને તેની સામે ભાવના વ્યક્ત કરે છે જે સામાન્ય માણસના સમજણની બહાર છે. વર્ષમાં ઘણાં બધા અનોખા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી આ એક અખાત્રીજ નો તહેવાર છે.આદિવાસીઓનો ખેતી સાથે મુખ્ય નાતો રહ્યો છે ખેતીમાં કયો પાક વધુ સારો પાકસે તેની ખાત્રી અખાત્રીજથી કરવામાં આવે છે.વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજ ના તહેવારની ઉજવણી થાય છે. આ દિવસે  ખાસ ડાંગી આદિવાસીઓ પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામે ચૂલામાં અગારી પાડે છે,જે પૂર્વજોનું દેવપૂજન કહી સકાય. અખાત્રીજને પૂર્વજોના પૂજનનો તહેવાર પણ કહેવામાં આવે છે. 

(ચુલામા પાડેલ અખાત્રીજ)
અખાત્રીજના આઠ દિવસ પહેલા ગવરાઈ(ગૌરાઈ) પૂજન કરવામાં આવે છે. ગવરાઈ પૂજન એટલે કે વાંસની ટોપલી લઈ (જેને ડાંગી ભાષામાં સેનુગલી કહેવામાં આવે છે) તેમાં માટી નાખી પાંચ જાતનાં ધાન્ય-મકાઈ,નાગલી,અડદ,ભાત,જુવારની વાવણી કરવામાં આવે છે. ગવરાઈ પૂજતી વખતે સ્ત્રીઓ ગવરાઈ પૂજન નું ગીત ગાય છે. ગવરાઈ ને ઘરના ખુણામાં ઝીલાથી(વાસમાંથી બનાવેલ ટોપલો) ઢાંકી દેવામાં આવે છે. દર દિવસે નવા પાનીથી(સવારે કૂવેથી કે નદીમાંથી લાવેલ પીવાનું ચોખ્ખું પાણી) ગવરાઈ નું સિંચન કરવામાં આવે છે. ગવરાઈ ઉગાડવાનું કારણ ધાન્ય જેમ ઉગે છે તેના પરથી ખેતીના પાકનો અંદાજો લગાવી સકાય છે. ગવરાઈ સારી(જાડી પાંદડા વાળી) ઉગશે તો ખેતીમાં પાક સારો આવશે. અને ગવરાઈ સારી ના થઈ તો ખેતીનો પાક સારી આવશે નહીં. ખેતરોમાં વાવવા માટેના બીજની પરીક્ષા કહી શકાય. વર્ષો પહેલા ગવરાઈ જોઈને જ વડીલો ખેતીના પાકનો અંદાજો લગાવી લેતા અને અખાત્રીજના બીજા જ દિવસે ખેતરમાં પાકની વાવણી કરી દેતા હતા.

આઠ દિવસ પછી જાગલે (ગામનો સંદેશાવાહક) ગામમાં બુમ પાડીને  અખાત્રીજના શન ની જાહેરાત કરે છે. શન,કર કે કોઈપણ તહેવારના દિવસે ડાંગી આદિવાસીઓ પોત પોતાનું કામખેતરનું કામ બંધ રાખે છે. સવારના પહોરમાં ગવરાઈ ના અમુક પાંદડા તોડીને તેને પૂજા માટે લઇ જવાના હોય છે. ગવરાઈ,તાબેમાં (લોટો) નવા પાની અને નારિયેળને લઈને મંદિરે જઈ તેનું પૂજન કરવામાં આવે છે. હનુમાનજીનું મંદિર તથા હોળી પ્રગટાવવામાં આવે છે તે જગ્યાએ આવેલ રતીની દગડ(પથ્થર) પાસે પૂજન કરવામાં આવે છે. પૂજામાં વધી ગયેલ નવા પાની ને ઘરે આવીને તેનો ઘરમાં છાંટવામાં આવે છે.ઘરે સયપાક(જમવાનું ભોજન) બનાવ્યાં પછી ચૂલામાં રાન ગવરે( જંગલના છાણા)થી ચૂલો સળગાવવામાં આવે છે. રિવાજ પ્રમાણે સૌ પ્રથમ દારૂની અગારી(ચૂલામાં દારૂનો છટકાવ) પાડવામાં આવે છે. અગારી પાડતી વખતે ખાસ નદીનાં માછલાં જરૂરી હોય છે જેને ચૂલામાં નાખવામાં આવે છે. ઘરની પરિસ્થિતિ અનુસાર બનાવેલ સયપાકથી ચૂલામાં અગારી પાડવામાં આવે છે. કુટુંબ કે ઘરનો વડીલ વ્યક્તી અગારી પાડવાનું કામ કરે છે. સૌ પ્રથમ પુરુષો સ્વર્ગવાસ થઈ ગયેલા પૂર્વજોના નામ લઇને ચૂલામાં તેમના નામની અગારી પાડવામાં આવે છે ત્યાર પછી સ્ત્રીઓ અને બાળકોના નામ લઇ ચૂલામાં અગારી પાડવામાં આવે છે. અગારી પાડ્યા પછી દેવ પૂજન કરવામાં આવે છે. સૌ પ્રથમ  ચુલાનું પૂજન કરવામાં આવે છે. પોળસના પાનમાં( કેસૂડાના પાંદડા) સયપાક લઇ તેને ચૂલા પાસે મુકવામાં આવે છે.ત્યાર પછી ઘરની બહાર ભુતીયા દેવ,મુંગાનું નામના વગેરે(એક જાતનું કીટક તેનાથી રક્ષણ મેળવવા માટે) દેવ પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ સૌ લોકો સાથે મળીને ભોજન ગ્રહણ કરે છે. 

(અગારી પાડ્યા પછી દેવ કરવામા આવે છે)

(બોના)

બીજા દિવસે ગવરાઈ ને ગામના પાણી પીવાની જગ્યા કુવા કે નદીમાં લઈ જવાની હોય છે જે માત્ર બહેનો જ લઈ જઈ શકે છે. સાંજના પાંચ વાગ્યાના સમયે ગવરાઈમાં કોડી ના બે દાંડીયા તથા સાથે નાગલીના રોટલાંસાકર કે ગોળ,અને માછલી મૂકીને ગામની પાણી પીવાની જગ્યાએ જાય છે. ગામની બહેનો ગીતો ગાતાં ગાતાં ગવરાઈ ને લઇ જાય છે તેમની સાથે નાનાં બાળકો પણ ગવરાઈના પાંદડા ને કાનમાં મુકુને નાચતાં કૂદતાં તેમની સાથે જાય છે. કૂવે ગયા પછી ત્યાં ગીતો ગાતાં ગાતાં કુવા ફરતે પાંચ કાવા(ગોળ ફરવું) ફરીને ગવરાઈને કુવા પાસે મૂકી દેવામાં આવે છે. ત્યારપછી જે રોટલા લઇ ગયાં હોય તેને ભેગાં કરી સૌ કુવા પાસે જ રોટલા વહેંચીને  ખાઈ ખાય છે.
(નાનાં બાળકો અખાત્રીજને માથે પહેરે છે)

ડાંગી આદિવાસીઓ અખાત્રીજ માં ગવરાઈ થી ખેતીના પાકનો અંદાજો કાઢે છે.સાથે અખાત્રીજ એ વડીલોને શ્રાદ્ધ વિધી અર્પણ નો તહેવાર પણ કહી સકાય. અખાત્રીજ ના દિવસે વડીલોને યાદ કરી તેમના નામની અગારી પાડવામાં આવે છે.


(વેવ્સ ગુર્જરવાણી ગૃપના વિઘ્યાથીઓ દ્વારા અખાત્રીજના તહેવાર પર ત્યાર કરેલ ડોક્યુમે્ટરી ની લીંન્ક) 
https://youtu.be/41ZbS0bjwBM


માહીતી સોર્સ : હીરાભાઈ મહાલા (લહાન માંળુગા)


Thursday, April 19, 2018

ડાંગ જિલ્લાના સૌથી મોટો તહેવાર હોળી પર્વની ઉજવણી વિશે જાણો.

ડાંગ જિલ્લામાં હોળીનો તહેવાર અહીંના આદિવાસીઓનો સૌથી પ્રિય અને મહત્વનો તહેવાર છે. ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાની વિવિધ જાતિઓ આ તહેવારની ઉજવણીની તૈયારી ફાગણ સુદ એકમથી જ શરૂ કરી દે છે. બહારગામ મજુરીકામ અર્થે જતા આદિવાસીઓ હોળીની ઉજવણી કરવા માદરે વતન પરત આવે છે.

હોળી તહેવાર ના અવસર પહેલાં ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ત્રણ દિવસીય ડાંગ દરવાર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડાંગના પાંચ રાજવીઓ કરણસિંહ યશવંતરાય(ગાઢવી)તપનરાવઆનંદરાવપવાર(દહેર),
ત્ર્યંબકરાવસાંડેલરાવ(પિંપરી),ભવંરસિંહહસુસિંહસૂર્યવંશી
(લિંગા),ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી(વાસુર્ણા), 9નાયકો અને ભાઉબંધોને પેન્શન આપી ડાંગ દરબારને ખુલ્લો મુકવામાં આવે છે.




                                  

હોળીના દિવસે વહેલી સવારે નગારા વગાડીને તહેવારની આગાહી કરવામાં આવે છે.  ગામના દરેક લોકો પોત પોતાના ઘરેથી 5 લાકડા હોળી સળગવાની જગ્યા પર મૂકી આવે છે. ડાંગ દરબારના દિવસીય મેળા ના છેલ્લા દિવસે ગામના 5 લોકો ગામમાં રોકાય છે. સાંજના સમયે તેઓ નગારા  ના અવાજ સાથે ખાંભ (શિરીષ ઝાડ નું થડ) લેવા જાય છે સાથે વાટી,ગોળ,સોપારી ,1 રૂપિયો અને ઝાડ તોડવા માટે  કુહાડી સાથે જંગલમાં જાય છે. ખાંભ ને નમન કરીને તોડે છે. પછી ખાંભ નું થડ ફોડીને તેમાં સોપારી અને 1 રૂપિયો મુકે છે એનો અર્થ ઝાડ જોડેથી ખાંભ વેચાતો લિધો. તેના ઉત્સવમાં  વાટી અને ગોળ દરેક જણ વહેંચીને ખાય છે. ખાંભ ને આગળ ઉંચકી જાય છે અને પાછળ નગારા વગાડતા ગામમાં લાવે છે.

સાંજનો સમય થતા દરેક લોકો પોતાના ઘરમાં બનાવેલ નીવદ (ઘરમાં બનાવેલ  અન્ન ,ભાત ) પાણી અને નારિયેળ સાથે સહ કુટુંબ દરેક લોકો હોળી પર ભેગા થાય છે. હોળી ઉભી કરતા પહેલા વચ્ચે ખાંભ મુકવામાં આવે છે. ખાંભ પર પાપડી ( ચણા ના લોટ માટી બનાવેલ અથવા ભાથ માથી બનાવેલ ) બાંધવામાં આવે છે. ગામની સ્ત્રીઓ હોળી નું ગિત ગાય છે , ગામનો વડીલ માણસ કે કારભારી હોળીનું પુંજન કરે છે. પછી  હોળી સળગાવાની પરવાનગી માંગે છે. દરેક ગ્રામજનો તેને સમર્થન આપેછે ( હોળી પેટવા ) ત્યાર પછી હોળી સળગાવામાં આવે છે. હોળીમાં નારિયેળ અને નિવદ નાખવામાં આવે છે. હોળી સળગગ્યાં પછી ખાંભ નો છેડો તોડવા માટે પણ પરવાનગી માંગે છે. ખાંભ તોડ્યા પછી ખાંભ ના છેડા ને લઈને હોળીની ફરતે 5 ફેરા ફરવાના હોય છે પછી ગામની નદીમાં ખાંભ ને છોડવામાં  આવે છે. ગામના દરેક માણસો ખાંભ ની ભસ્મ નો ચાંદલો કરે છે. હોળીમાં નાખવામાં આવેલ નારિયેળ ને હોળીનો પ્રસાદ તરીકે સૌ ને આપ પ્રસાદ આપવામાં આવે છે. ગામના દરેક લોકો એકબીજાને ભેટે છે. પછી સૌ લોકો પોતાના ઘરે જઈને ભોજન ગ્રહણ કરે છે.



ત્યાર બાદ 5 દિવસ સુધી હોળી ને સળગતી રાખવામાં આવે છે. ગામના જુવાનિયાઓ હોળીની રખવાળી કરવા  હોળી પર રાતવાસો કરે છે. સાથે તમસા અને નાચગાન કરીને હોળી ઉત્સવની મઝા માણતા હોય છે. હોળીના 5 દિવસો દરમિયાંન લોકો વિવિધ વેશભૂંષા કરીને ફાગ માંગતા હોય છે. ગામ માં ફાગ માંગતા પહેલા હોળી પર પૂજન કરીને પછી જ ફાગ માંગવા જાય છે. ગામમાં લોકો પાણી અથવા કેસુડાના રંગ નો ઉપયોગ કરીને દુળેટી રમતા હોય છે.
છેલ્લા દિવસે વાટી ,સાકર (ખાંડ) નિવદ હોળીને જમાડીને હોળીને પાણી થી ઓલાવે છે.ગામનો કોઈ પણ એક માણસ નિવદ બનાવીને સોને જમાડે છે.

માહીતી સોર્સ : સોમનાથભાઈ પવાર (ગામ: બોન્ડરમાળ)

ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

  ગુજરાત   વિધાનસભાની  173  બેઠક   માટે   પેટા   ચૂંટણી   યોજાવાની   છે .  આ   બેઠક   ઉપર  2017 માં   કોંગ્રેસ   પક્ષમાંથી   ચૂંટાઈ   આવેલા ...