Monday, April 5, 2021

ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

 

ગુજરાત વિધાનસભાની 173 બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે બેઠક ઉપર 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલામંગળ ગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે  રાજીનામું આપી દેતાં  બેઠક ખાલી પડી છેજે બેઠક માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવાની છેત્યારે જાણીએ ડાંગ વિધાનસભા બેઠક ઉપરના ભૂતપૂર્વ સદસ્યોના ઉતાર ચઢાવ.


ગુજરાત વિધાનસભાની 173 બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે બેઠક ઉપર 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા મંગળગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે  રાજીનામું આપી દેતાં  બેઠક ખાલી પડી છેજે બેઠક માટે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાનારીછે.


પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની ખાલી પડેલી 8 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છેજે અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખો નક્કી કરીદેવામાં આવી છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની 173 બેઠક ઉમેદવાર મંગળ ગાવીતનાં રાજીનામાં બાદ અહીં પ્રથમ વખતપેટા ચૂંટણી યોજાવાની છેજેમાં મતદારોની સંખ્યા અને વસ્તીના આધારે 1975 માં ડાંગવાંસદા બેઠક અસ્તિત્વમાં આવીગુજરાતવિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની કુલ વસ્તીની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છેજેમાંહાલ 2001ની વસ્તીના આધારે 2006માં આરક્ષિત બેઠકો અંગેનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છેહવે પછી 2026માં નવું સીમાંકનબહાર પડશેહાલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છેજેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોનીસંખ્યા 142, અનુસૂચિત જાતિની બેઠકો 13 જ્યારે અનુસૂચિત જનજાતિનીઆદિવાસીબેઠકો 27 છે.


1975 બાદ ડાંગ-વાંસદા વિધાનસભા અસ્તિત્વમાં આવી છેડાંગ જિલ્લો  100% આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીંઅનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છેજે બાદ 2007 થી ડાંગ-વાંસદા બેઠકમાંથી ફક્ત ડાંગ બેઠક ફાળવવામાં આવી જેમાંઆહવાવઘઇ અને સુબિર તાલુકા સમાવિષ્ટ છે.ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી અગલ અલગ ટર્મ માટે કુલ 6 ઉમેદવારોબન્યાં છેજેમાં ઉમેદવારોનાં ઉતાર ચડાવ થતાં રહ્યાં છે લિસ્ટમાં ડાંગવાંસદા બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનાર નેતામાધુભાઈ ભોય છેજેઓ પ્રથમ વાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાંત્યારબાદ ત્રણ ટર્મ કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય પદસંભાળી ચૂક્યાં છેજે બાદ હાલમાં રાજીનામું આપી ચૂકેલ માજી ધારાસભ્ય મંગળ ગાવીત જેઓ બે વખત ચૂંટાઈ આવ્યાં છેજ્યારેઅન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે.


1975 ( પાંચમી વિધાનસભા ) થી ઉમેદવાર અને હરીફ ઉમેદવારની યાદી


  • 1975 - વિજેતા ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - પાર્ટી NCO - મત 12529 - લીડ 4162
  • 1975 - હરીફ ઉમેદવાર - ગાવીત રતનભાઈ ગોવિંદભાઈ - કુલ મત8368
  • 1980 - વિજેતા ઉમેદવાર - પટેલ ગોવિંદભાઈ માહુજભાઈ - પાર્ટી INC - મત 14763 - લીડ 6492
  • 1980 - હરીફ ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - કુલ મત8271
  • 1985 - વિજેતા ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - પાર્ટી INC - મત 20408 - લીડ 14351
  • 1985 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત6057
  • 1990 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી JDU - મત 26941 - લીડ 8116
  • 1990 - હરીફ ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - કુલ મત18825
  • 1995 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 46469 - લીડ 24798
  • 1995 - હરીફ ઉમેદવાર - રામુભાઈ ડીઠાકરે - કુલ મત21671
  • 1998 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 6425
  • 1998 - હરીફ ઉમેદવાર - પવાર દશરથભાઈ સોબાનભાઈ - કુલ મત22185
  • 2002 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 10147
  • 2002 - હરીફ ઉમેદવાર - ભોયે વિજયભાઈ રમેશભાઈ - કુલ મત27188
  • 2007 - વિજેતા ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - પાર્ટી BJP - મત 56860 - લીડ 7883
  • 2007 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત48977
  • 2012 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 45637 - લીડ 2422
  • 2012 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત43215
  • 2017 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 57820 - લીડ 768
  • 2017 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 57052


ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છેઅહીં  બેઠક ઉપરથી સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છેજ્યારે JDU અને BJP ને ફક્ત એકવાર જીત મળી છે બેઠક ઉપર મહિલાઓની સરખામણીમાં દરેક વખતે પુરુષોએ દાવેદારીનોંધાવીગુજરાતની 14મી વિધાનસભામાં 2017માં મંગળભાઈ ગાવીતનાં રાજીનામાં બાદ પ્રથમ વખત પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાંભાજપ પક્ષ માંથી દાવેદારી કરનાર વિજયભાઇ પટેલની ભારે બહુમતી સાથે જીત થઇ હતી જ્યારે કોંગ્રેસનો ગઠ રહેનાર ડાંગ જિલ્લાવિધાનસભામાં કોંગ્રસ ના ઉમેદવાર સુર્યકાન્ત ગાવિતની કારમી હાર થઇ હતી.

Tuesday, January 5, 2021

ડાંગમાં કોરોનાં થી વિશેષ 2020નાં રાજકીય બદલાવ, સંઘર્ષ અને સફળતાનાં રહ્યાં.

ઇતિહાસ માં 2020નું વર્ષ કોરોનાં નાં નામે નોંધાશે, આ સંકટ અને સંઘર્ષ ભર્યા વર્ષની સાથે ડાંગ નો રાજકીય બદલાવ ઐતિહાસિક ચિત્ર બની રહેશે. જોકે રાજકારણ માં બદલાવની સાથે ફેરબદલી કોઈ મોટી વાત નથી. 2020નાં વર્ષમાં અમેરિકાનાં પ્રેસિડેન્ટ બદલાય.મહાસત્તા ની સત્તા બદલાઈ જો બાઇડન અમેરિકાના નવાં પ્રમુખ બન્યાં. WHO એ કોરોનાં ને વૈશ્વિક મહામારી જાહેર કરી. કોરોનાં વોરિયર્સ આ વર્ષમાં ઉભરી આવ્યાં. કોરોનાં મહામારી દરમ્યાનમાં આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓનું મહત્વનું યોગદાન રહ્યું. તેનાથી વિશેષ એક નેતા માંથી પ્રતિનિધિ બનીને ઉભરી આવેલ મંગળ ગાવીત જે કોરોનાં મહામારી દરમિયાન સેવાભાવી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યાં. વર્ષ 2020 નાં માર્ચ મહિનામાં મંગળ ગાવીતે રાજીનામું આપ્યું ને લોક સેવામાં લાગી ગયાં. વાત ફક્ત અહીં સુધી ની નથી, મંગળ ગાવીત નાં રાજીનામાં બાદ ડાંગ નાં રાજકારણ માં જે બદલાવ આવ્યો તે ઐતિહાસિક ચિત્ર બની રહેશે.

2020 નું વર્ષ કોરોનાં નાં નામે રહેશે, પરંતુ ડાંગનાં રાજકારણ માટે સંઘર્ષ અને સફળતા નું વર્ષ


ચીનના વુહાનથી ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલાં જીવલેણ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. કોરોનાં વાઈરસ નાં કારણે સમગ્ર દુનિયામાં લોક ડાઉન લાગી ગયું હતું. WHO એ વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. દેશ અને દુનિયા લોક ડાઉન નાં કારણે આર્થિક સંકટ થી ઝમુમી રહી હતી. ત્યારે ડાંગ માં કોરોનાથી વિશેષ રાજકીય બદલાવ થી સંકટ સંઘર્ષ અને સફળતા નું મિશ્રણ થયું હતું. ડાંગ જિલ્લામાં કોરોનાં અંગે ની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછા કોરોનાં વાઈરસ નાં પોઝિટિવ કેસો ડાંગ જિલ્લામાં નોંધાયા છે એ ઉપરાંત ડાંગમાં એકપણ મૃત્યુ થયેલ નથી. ત્યારે રાજકીય બદલાવ ની પરિસ્થિતિ એ કોરોનાં વાઇરસ થી પણ વધારે સંઘર્ષ અને સફળતાઓ સર્જી છે. કોંગ્રેસ નો ગઠ ગણાતાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસનાં ઉમેદવાર ની કારમી હાર થઈ, જ્યારે ભાજપ પક્ષ ની ઐતિહાસિક જીત થઈ જે ભવિષ્ય માટે સફળતા નું સોંપાન કહી શકાય છે. કોંગ્રેસ માટે સંઘર્ષનું વર્ષ વધુમાં કોંગ્રેસ માટે સંકટ અને સંઘર્ષમય 2020 ક્યારેય નહીં ભુલાય.

મંગળ ગાવીત નાં ધારાસભ્ય બાદ લોક સેવા


રાજ્યસભાની ચૂંટણી ટાણે ગુજરાત નાં આઠ ધારાસભ્યો એ રાજીનામાં આપ્યાં હતાં. જેમાં ડાંગ નાં મંગળ ગાવીતનો પણ સમાવેશ થયો હતો. પ્રથમ વખત ડાંગ જિલ્લાનાં ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાં બાદ જિલ્લામાં જે બદલાવ થશે એ કોને ખબર હતી. મંગળ ભાઈ નાં રાજીનામાં બાદ તેઓ રાત દિવસ લોકોનાં પડખે રહી કોરોનાં વોરિયર્સ તરીકે ઉભરી આવ્યાં હતાં. વિકાસ અને લોક સેવાનાં નામે મતો માગનારાં ડાંગ નાં દરેક નેતાઓ મંગળ ગાવીત સામે ફેલ હતાં. મંગળ ગાવીત ધારાસભ્ય પદે લોકોની જે સેવાઓ નાં કરી શક્યા એ સામાન્ય માણસ બની લોક સેવાઓ કરી. ગામેગામ પ્રવાસી મજૂરો ને ડાંગ જિલ્લામાં લાવવાના હોય કે જરૂરિયાતમંદ લોકોને અનાજ પાણી પહોંચાડવાનું હોય દરેક કામે મંગળ ગાવીતે સખત મહેનત કરી હતી.

કોંગ્રેસ નાં કદાવર નેતાએ કેસરિયો ધારણ કર્યો અને સમીકરણો બદલાયાં.

રાજીનામું આપી ચૂકેલ પાંચ ધારાસભ્યે કેસરિયો ધારણ કરી લીધો હતો. પરંતુ મંગળ ગાવીત અંગે ગડમથલ ચાલું હતી. અને આખરે ડાંગ જિલ્લામાં વિધાનસભા ની પેટા ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસ નાં કદાવર નેતા ગણાતાં કે જેનું લોહી ફક્ત કોંગ્રેસ નું જ હતું એ મંગળ ગાવીતે કેસરિયો ધારણ કરી લીધો. કેસરિયો ધારણ કરતી વખતે મંગળ ગાવીતના લોહી માંથી કોંગ્રેસ નું નામો નિશાન મટી ગયું હતું. વિકાસ માટે રાજીનામું આપ્યા હોવાનાં બગણા ફૂંકી મંગળ ગાવીતે ભાજપ નો ખેસ પહેરી ભાજપના પ્રચાર પ્રસારમાં જોર લગાવ્યું હતું. જેનું પરિણામ સૌ કોઈ જાને છે.ડાંગ જિલ્લામાં છેલ્લા 25 વર્ષ થી સક્રિય ભાજપા પાર્ટી ને ઐતિહાસિક જીત મળી, એક સમયે સામે સામે લડનારા આજે એક સાથે થઈ એકબીજાની જીત માટે લડી રહ્યાં હતાં. બન્ને માટે અસ્તિત્વ ની લડાઈ હતી. 94 હજાર મતોથી વિજયભાઈ પટેલની જીત થઈ. 500 કે 1000 મતોથી અવગત રહેતી ભાજપ પાર્ટી નાં ઉમેદવાર ને 60 હજાર મતોથી લીડ મળી. આ મતો ની લીડ અને ઉમેદવાર ની જીત ઐતિહાસિક બની રહેશે એમાં બેમત નથી. કોંગ્રેસ નો ગઠ ગણાતાં ડાંગ જિલ્લામાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો. જે એકબીજા નાં સાથ વગર અશક્ય હતું.

મંગળ ગાવીત બાદ ડાંગ માં કોંગ્રેસ તૂટી ગઈ.

કેદ્ર અને રાજ્યમાં ભલે ભાજપ સરકાર હોય પરંતુ ડાંગ જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ વર્ષીથી યથાવત રહ્યું હતું. પરંતુ કોંગ્રેસી નેતા મંગળ ગાવીતનું મન ડગી જતાં, લોકસેવાઓ બાદ ભાજપ પક્ષમાં જોડાઈ ગયાં. મંગળ ગાવીતે વિકાસ ન થવાનાં કારણે રાજીનામું આપ્યું હોવાનું કારણ જણાવ્યું હતું. હવે તેમનાં રાજીનામાં બાદ વિકાસ કેટલો આગળ વધે છે એ તો સમય બતાવશે. પરંતુ મંગળ ગાવીત નાં રાજીનામાં બાદ ડાંગ કોંગ્રેસ નો વિકાસ ચેઇન તૂટી ગઈ છે એ નક્કી છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી માં મંગળ ગાવીત અને ચંદર ગાવીત બન્ને જોડી ખૂબ પ્રખ્યાત હતી. ચંદર ગાવીતને ચાણક્ય ગણવામાં આવતાં હતાં. પરંતુ મંગળ ગાવીત બાદ ચંદર ગાવીત પણ ભાજપ પક્ષે જોડાઈ ગયાં જેથી સાથે સુબિર વિસ્તાર નાં કોંગ્રેસી પીઠ નેતા બાબુભાઈએ પણ કોંગ્રેસ નો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો. વધુમાં મંગળ ગાવીતના ભાજપ પક્ષે જોડાવાથી જિલ્લાનાં કોંગ્રેસી તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, સરપંચ, સભ્યો અને મંગળ ભાઈ નાં સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ પક્ષે જોડાઈ ગયાં. જેથી હવે ડાંગ જિલ્લામાં કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ માં ખમતીધર નેતાઓ થવા માટે વર્ષો જશે એ નક્કી છે. અથવા રાજ્યમાં કોંગ્રેસ સરકાર આવે તો બાજી પલટાઈ શકે છે પરંતુ એ સમયની વાત છે.

ડાંગ નાં મતદારો નો મુઠ


મંગળ ગાવીત નાં રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં હતાશા અને ગુસ્સો હતો. મંગળ ગાવીત ને પક્ષ પલટુ, ગધાર જેવા શબ્દો નો શબ્દો પ્રયોગ કરવામાં આવ્યાં હતાં. પરંતુ ડાંગ ની જનતાએ મંગળ ભાઈના પક્ષ ને મતો આપી ભાજપ ઉમેદવાર ને જંગી લીડ આપી ચૂંટી કાઢ્યો હતો. હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે ડાંગ ની જનતા નો મુઠ શું છે એ ચૂંટણી બાદ નાં પરિણામો બતાવશે. 

લેખક - ઉમેશ ગાવીત ( ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિદ્યાર્થી )

ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

  ગુજરાત   વિધાનસભાની  173  બેઠક   માટે   પેટા   ચૂંટણી   યોજાવાની   છે .  આ   બેઠક   ઉપર  2017 માં   કોંગ્રેસ   પક્ષમાંથી   ચૂંટાઈ   આવેલા ...