ડાંગ જિલ્લામાં હોળીનો તહેવાર અહીંના
આદિવાસીઓનો સૌથી પ્રિય અને મહત્વનો તહેવાર છે. ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાની
વિવિધ જાતિઓ આ તહેવારની ઉજવણીની તૈયારી ફાગણ સુદ એકમથી જ શરૂ કરી દે છે. બહારગામ
મજુરીકામ અર્થે જતા આદિવાસીઓ હોળીની ઉજવણી કરવા માદરે વતન પરત આવે છે.
હોળી તહેવાર ના અવસર પહેલાં
ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ત્રણ દિવસીય ડાંગ દરવાર મેળાનું આયોજન કરવામાં આવે છે.
જેમાં ડાંગના પાંચ રાજવીઓ કરણસિંહ યશવંતરાય(ગાઢવી), તપનરાવઆનંદરાવપવાર(દહેર),
ત્ર્યંબકરાવસાંડેલરાવ(પિંપરી),ભવંરસિંહહસુસિંહસૂર્યવંશી
(લિંગા),ધનરાજસિંહ ચંદ્રસિંહ
સૂર્યવંશી(વાસુર્ણા), 9નાયકો અને ભાઉબંધોને પેન્શન
આપી ડાંગ દરબારને ખુલ્લો મુકવામાં આવે છે.
હોળીના દિવસે વહેલી સવારે
નગારા વગાડીને તહેવારની આગાહી કરવામાં આવે છે.
ગામના
દરેક લોકો પોત પોતાના ઘરેથી 5 લાકડા હોળી સળગવાની જગ્યા
પર મૂકી આવે છે. ડાંગ દરબારના 3 દિવસીય મેળા ના છેલ્લા
દિવસે ગામના 5 લોકો ગામમાં રોકાય છે.
સાંજના સમયે તેઓ નગારા ના અવાજ સાથે ખાંભ (શિરીષ
ઝાડ નું થડ) લેવા જાય છે સાથે વાટી,ગોળ,સોપારી ,1 રૂપિયો અને ઝાડ તોડવા માટે કુહાડી સાથે જંગલમાં જાય છે. ખાંભ ને નમન કરીને તોડે છે. પછી ખાંભ નું
થડ ફોડીને તેમાં સોપારી અને 1 રૂપિયો મુકે છે એનો અર્થ
ઝાડ જોડેથી ખાંભ વેચાતો લિધો. તેના ઉત્સવમાં
વાટી અને
ગોળ દરેક જણ વહેંચીને ખાય છે. ખાંભ ને આગળ ઉંચકી જાય છે અને પાછળ નગારા વગાડતા
ગામમાં લાવે છે.
સાંજનો સમય થતા દરેક લોકો
પોતાના ઘરમાં બનાવેલ નીવદ (ઘરમાં બનાવેલ અન્ન ,ભાત ) પાણી અને નારિયેળ સાથે સહ કુટુંબ દરેક લોકો હોળી પર ભેગા થાય
છે. હોળી ઉભી કરતા પહેલા વચ્ચે ખાંભ મુકવામાં આવે છે. ખાંભ પર પાપડી ( ચણા ના લોટ
માટી બનાવેલ અથવા ભાથ માથી બનાવેલ ) બાંધવામાં આવે છે. ગામની સ્ત્રીઓ હોળી નું ગિત
ગાય છે , ગામનો વડીલ માણસ કે કારભારી
હોળીનું પુંજન કરે છે. પછી હોળી સળગાવાની પરવાનગી
માંગે છે. દરેક ગ્રામજનો તેને સમર્થન આપેછે ( હોળી પેટવા ) ત્યાર પછી હોળી
સળગાવામાં આવે છે. હોળીમાં નારિયેળ અને નિવદ નાખવામાં આવે છે. હોળી સળગગ્યાં પછી
ખાંભ નો છેડો તોડવા માટે પણ પરવાનગી માંગે છે. ખાંભ તોડ્યા પછી ખાંભ ના છેડા ને
લઈને હોળીની ફરતે 5 ફેરા ફરવાના હોય છે પછી
ગામની નદીમાં ખાંભ ને છોડવામાં આવે છે. ગામના દરેક માણસો
ખાંભ ની ભસ્મ નો ચાંદલો કરે છે. હોળીમાં નાખવામાં આવેલ નારિયેળ ને હોળીનો પ્રસાદ
તરીકે સૌ ને આપ પ્રસાદ આપવામાં આવે છે. ગામના દરેક લોકો એકબીજાને ભેટે છે. પછી સૌ
લોકો પોતાના ઘરે જઈને ભોજન ગ્રહણ કરે છે.
ત્યાર બાદ 5 દિવસ સુધી હોળી ને સળગતી રાખવામાં આવે છે. ગામના જુવાનિયાઓ હોળીની
રખવાળી કરવા હોળી પર રાતવાસો કરે છે.
સાથે તમસા અને નાચગાન કરીને હોળી ઉત્સવની મઝા માણતા હોય છે. હોળીના 5 દિવસો દરમિયાંન લોકો વિવિધ વેશભૂંષા કરીને ફાગ માંગતા હોય છે. ગામ
માં ફાગ માંગતા પહેલા હોળી પર પૂજન કરીને પછી જ ફાગ માંગવા જાય છે. ગામમાં લોકો
પાણી અથવા કેસુડાના રંગ નો ઉપયોગ કરીને દુળેટી રમતા હોય છે.
છેલ્લા દિવસે વાટી ,સાકર (ખાંડ) નિવદ હોળીને જમાડીને હોળીને પાણી થી ઓલાવે છે.ગામનો કોઈ
પણ એક માણસ નિવદ બનાવીને સોને જમાડે છે.
માહીતી સોર્સ : સોમનાથભાઈ પવાર (ગામ: બોન્ડરમાળ)
માહીતી સોર્સ : સોમનાથભાઈ પવાર (ગામ: બોન્ડરમાળ)
No comments:
Post a Comment