સદીઓ કાળથી પ્રકૃતિ સાથે
જીવતી આવતી આદીવાસી પ્રજા જેને પ્રકૃતી સાથે ગાઢ સબંધ રહયો છે. પ્રકૃતિ ના ખોળે
જીવનજીવનારા આદિવાસી પ્રજાને પ્રકૃતિ પૂજક પણ કહેવામાં આવે છે. ઝાડ,જંગલ, પાની, સૂર્ય, વન્યપ્રાણી, વગરેનું..... આદિવાસી પ્રજા વર્ષોથી પૂજન કરતી આવી છે.
પ્રકૃતિ ના સહારે જીવવું
અને પ્રકૃતિ ને જીવતી રાખવી એ આદિવાસીની ઓળખ છે.
આદિવાસીઓની પોતાની આગવી કળા છે જે પ્રકૃતીમાંથી જ વિકસી આવે છે. આદિવાસીઓના નૃત્યો, સંગીત, સંગીતસાધનો વગરે પ્રકૃતી
માંથી જ વણાઈ આવે છે.
પોતાના સ્વનિર્મિત સંગીત
સાધનો માંથી સંગીતના રેલાઓનો મધુર અવાજ ઉત્તપન્ન થાય છે જેના પર આદિવાસી નાચગાન
કરે છે. આદિવાસીઓના દરેક નાચમાં એકતાનો ભાવ દેખાઈ આવે છે. દરેક નૃત્ય પુરૂષ અને
સ્ત્રી સાથે મળીને કરે છે.
આદિવાસીઓની પોતાની ભાષા છે
ભાષામાં સાહિત્ય સમાયેલું છે અને ભાષામાં સંસ્કૃતિ.
આદિવાસી ની સંસ્કૃતિ,ભાષા, અને રહેણીકરણી એજ આદિવાસીની મૂળ ઓળખ છે.
દરેક આદિવાસી પ્રજામાં અલગ
અલગ જાતિઓ હોવા છતાં એક સમુદાય તરીકે જીવન જીવે છે. દરેક જાતિઓની પરંપરામાં કાઈ
ફરક નથી સૌ એક જ છે.
જય આદિવાસી.
No comments:
Post a Comment