કુદરતના ખોળે
ઉછરેલો આદિવાસી સમુદાય પ્રકૃતિ પૂજક છે. જળ,જંગલ,જમીન ને તાત માનનારો આદિવાસી સમુદાયની
ઘણી વિશેષતાઓ આવેલ છે જેમાંની એક વિશેષતા પૈકી એ પણ છે કે આ સમુદાયમાં વૃદ્ધાશ્રમો
કે અનાથાશ્રમો નથી, આદિવાસીઓની આ સમૃદ્ધ અને બિરદાવા જેવી
લાગણી વિશે જાણીએ.
આદિવાસી સમુદાયએ
સમાજમાં જન્મ લેનાર દરેકને પોતાનું
સહસ્તિત્વ કે જવાબદારી સમજે છે. કોઈક એકલી વૃદ્ધ વ્યક્તિ કે બાળક હોય તો સમાજ તેને પોતાના જવાબદારી ગણે છે.
સમાજ કે ગામ એવું માને છે કે આ સમુદાયમાં જન્મ લેતો દરેક વ્યક્તિ સમાજની જવાબદારી
અને સમાજની સમૃદ્ધિ ને મિલકત છે. માત્ર વૃદ્ધા જ પુનઃલગ્ન કરી શકે છે એવું નથી પણ
વૃદ્ધ વ્યક્તિ જો એકલો હોય તો તેને જીવવા માટેનો સંઘર્ષ કરવો પડે છે તેવી
પરિસ્થિતિ નું નિર્માણ પણ થતું હોય એવી સ્થિતિ માં એકમેકના સમજણથી પુનઃલગ્ન સંભવ
છે. આ બાબતને સમજવા ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ આદિવાસી સમુદાયની ઘોટુલ પ્રથા
સમજવી જરૂરી. યુવાવયે પહોંચેલી યુવક,યુવતી ગામમાં
નક્કી કરેલ જગ્યાએ રાત્રી નિવાસ કરે છે. ત્યાં નાચગાન થાય,જીવનના પાઠ ભણાવાય, શ્રમકાર્ય થાય. યુવક યુવતીને નજીક ન
આવવા દેવાય તેવા ખ્યાલથી મુક્ત સમાજ યુવક યુવતીને ખુબજ સહજ રીતે રહેવા માટે
સામાજિક સ્વીકૃતિ નું નિર્માણ ઘોટુલ પ્રથા દ્વારા કરે છે.
સમાજ પાયામાંથી
જ એવું માને છે કે યુવક અને યુવતી જે લોકો જિંદગીભર સાથે રહેવાના છે તેમને બાળપણ
થી જ સાથે રહેવાના સંસ્કાર આપવામાં આવે. છુટાછેડા થઈ શકે એવી પૂરેપૂરી મુક્તિ હોવા
છતાં પ્રમાણ ખૂબ જ ઓછું છે. પાઠશાળા કે શાસ્ત્રો માં નથી શીખવાતા પાઠ આદિવાસીઓ
જીવન દ્વારા જીવતા શીખવે છે.
આદિવાસી સમાજમાં
કોઈ નિઃસંતાન દંપતી હોય, વિધવા કે વિધુર હોય અને એકલા રહેતા હોય
તેનો કોઈ સગાંવહાલાં ના હોય તો ગામ તેની કાળજી રાખે છે. એવું જ બાળકની બાબતમાં પણ
છે. બાળક અનાથ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ નહિવત છે. બાળક જન્મે અને તેને ત્યજી
દેવામાં આવે એવી વિકૃતિ આદિવાસી સમુદાયમાં નથી. દીકરો મેળવવાની લાલસમાં આદિવાસીઓ
દીકરીને ગર્ભમાં જ મારી નાખે છે તેવું બન્યું નથી. જેના કારણે આજે પણ આદિવાસી
સમુદાયમાં ચાઈલ્ડ રેસિયો સરખો છે. બાળકના માતા પિતા મૃત્યુ પામે તો બાળકના
સગાંવહાલાં કે ગામલોકો સંભાળ રાખે છે.
આદિવાસી
સમુદાયમાં આ રીતના ઘટના થઈ કે બાળક એકલું પડી ગયું હોય તો તેને ગામના જ વ્યક્તિઓ
દ્વારા દત્તક લઈ લેવામાં આવે જે આવી જે એક ઘટના વિશે જણાવતા આનંદ થાય છે. ડાંગ
જિલ્લામાં આવેલ ખાતળ ગામમાં પવાર પરિવાર દ્વારા એક બાળકીને દત્તક લેવામાં આવી છે.
બાળકના માતા પિતા મજૂરી કામકાજ કરતાં હતાં જેના લીધે તેઓને કામ માટે બીજી જગ્યાએ
સ્થળાંતરિત કરવું પડતું . તેઓનો સંપૂર્ણ પરિવાર
શુગર ફેકટરીમાં મજૂરી કામ અર્થે કામે ગયો. જ્યાં તેમના ઘરના વડીલ વ્યક્તિને
ટી.બી રોગ ( ક્ષય રોગ ) લાગું પડ્યો જેના લીધે ધીરેધીરે કુટુંબ ના તમામ વ્યક્તિઓને
ટી.બી રોગ પ્રસરી ગયો. જેનું કારણ એ પણ હોઈ શકે કે આ પરિવારને ટી.બી રોગ વિશેની
અધૂરી જાણકારી તેઓ તેને સામાન્ય બીમારી સમજી ને તાત્કાલિક ઉપચાર ના કારાવ્યો
જ્યારે વધારે તકલીફ થવા લાગી ત્યારે દવાખાનામાં તપાસ કરાવતા રોગ વિશેની જાણકારી થઈ
પણ ત્યાં સુધી તો લગભગ કુટુંબ ના તમામ સભ્યોમાં
રોગ ફેલાઈ ચુક્યો હતો. ત્યાર પછી તેઓ સૌ પોતાના વતન પાછા આવ્યા પણ રોગ
વધારે ફેલાઈ ગયો હોવાથી સૌ કુટુંબીજનોનું મૃત્યુ થઈ ગયું. કુટુંબની એક માત્ર નાની
બાળકી સ્કૂલમાં હોવાના કારણે બચી જવા પામી. પણ તે કુટુંબ વિહોણી થઈ ગઈ આ બધી ઘટનાઓ
પવાર પરિવાર દ્વારા જોવાઈ નહિ. અને તે
બાળકીને દત્તક લઇ પોતાના ઘરના સભ્ય તરીકે માની લેવામાં આવી. આજે આ બાળકી પુખ્ત
વયની થઈ ગઈ છે તે આ પવાર પરિવાર જોડે હળીમળીને રહે છે. પવાર પરિવાર પણ આ બાળકીને
પોતાની પુત્રી, ઘરના સદસ્ય તરીકે જ માને છે. ખરેખર
બિરદાવા જેવી બાબત કહી શકાય. આવી ઘણી બધી ઘટનાઓ લગભગ દરેક આદિવાસી વિસ્તારમાં બનતી
હશે પણ આ સત્ય હકીકત ને આદિવાસી સમાજના અજોડ લાગણીભર્યા સંબંધોને સમજવાના રહયા.
(પવાર પરીવાર) |
આદિવાસી
સમુદાયમાં વૃદ્ધાશ્રમો કે અનાથાશ્રમો નથી તેનું મુખ્ય કારણ એ છે કે આદિવાસીઓ માત્ર
વ્યક્તિને જ નહીં આ સૃષ્ટિ સમસ્તના દરેક અસ્તિત્વ ને એટલેકે ઝાડ પાનને,પ્રાણી કે પશુઓને,જીવજંતુઓને અસ્તિત્વનો હિસ્સો માનવામાં
આવે છે. કુદરત ની નજીક રહેનારા આદિવાસી લોકોની આ ન્યાય સંગત વ્યવસ્થા કે માન્યતા
કહી શકો જેના કારણે આદિવાસી સમુદાયમાં વૃદ્ધાશ્રમો કે અનાથાશ્રમો નથી.
માહિતી : ડૉ.આનંદ વસાવા (ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર).
No comments:
Post a Comment