સહ્યાદ્રી પર્વતમાળાઓને અડીને આવેલ ડુંગરાળ પ્રદેશમાં પ્રદેશમાં રહેતાં ડાંગી આદિવાસીઓનો રાજકીય ઇતિહાસ અને તેના પરિચય સૌ કોઈ વાકેફ છે. આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી વખતે ડાંગ દરબારનું આયોજન આકરવામાં આવે છે. આ દરબારમાં રાજાઓના સન્માનિત કરવામાં આવે છે. જોકે લોકશાહી નાં કારણે રાજાઓનું રાજપાટ તો નથી રહ્યું પણ ભારતીય બંધારણ મુજબ લોકશાહીમાં ચૂંટણીઓ યોજવા લાગી અને કહી શકાય કે સ્થાનિક નેતાઓ પોતપોતાની પંચાયત, તાલુકા અને જિલ્લાના રાજા કહી શકાય. રાજાશાહી ધરાવનાર ડાંગી આદિવાસી વચ્ચે લોકતંત્ર આવ્યું અને તેની સાથે સ્થાનિક રાજકારણ થી આદિવાસીઓ ની સામાજિક વ્યવસ્થા ઉપર શુ અસર થઈ એના વિશે વિગતવાર જાણીશું.
ગુજરાત રાજ્યના દક્ષિણભાગમાં અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ડાંગ જિલ્લામાં 100% આદિવાસીઓ વસવાટ કરે છે. ડાંગ જિલ્લામાં પાંચ ભીલ રાજાઓ છે. દહેર, પીપરી, વાસુર્ણા, ગાઠવી અને લીંગા આ ગ્રામ્ય વિસ્તારના હદમાં અમુક ગામડાઓમાં સમાવિષ્ટ થતા રાજા તે વિસ્તારમાં વટહુકમ ચલાવી શકતા હતાં. ભારત આઝાદ થયો તેમ છતાં ભારતમાં ફક્ત એકમાત્ર ડાંગ ના રાજવીઓનાં વંશજોને પોલિટિકલ શાલિયાણું આપવાની પ્રથા અકબંધ છે. રાજાઓની જેમ જ દરેક ગામમાં મુખીયા તરીકે પાટીલ (પોલીસ પટેલ) હોય છે. ગામમાં વ્યવસ્થા જળવાઈ રહે, ગામલોકના પ્રશ્નોનું નિરાકરણ તેમજ સામાજિક ધાર્મિક, દુઃખદ પ્રસંગોમાં લોકોને સહભાગી કરવાની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવતા હુકમોનું ગામમાં અમલીકરણ કરવા માટે પાટીલની નિમણુંક કરવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં કારબારી અને જાગલે હોય છે. ગામમાં પંચ બેસાડવામાં આવે છે ત્યારે પાટીલ,કારબારી અને જાગલે આ ત્રણે મુખ્ય ભૂમિકામાં હોય છે. જોકે ચૂંટણી વ્યવસ્થા બાદ ગામમાંથી ચૂંટયાયેલ પ્રતિનિધિ સરપંચ અને સભ્ય પણ ઉપસ્થિત હોય છે. ગામમાં હુકમ,નિર્ણય અથવા પ્રશ્નોનું નિરાકરણ માટે સરપંચની ઉપસ્થિત આવશ્યક હોય છે.
ડાંગ જિલ્લામાં સ્થાનિક કક્ષાએ જ્યારથી ચૂંટણી વ્યવસ્થા આવી ત્યારથી ધારાસભ્ય, જિલ્લા તાલુકા અને ગ્રામ લેવલે સરપંચ વગેરે ની ભૂમિકા અગત્યની બની ગઈ. રાજાઓનો વટહુકમ બંધ થયો ગામમાં પાટીલનું સ્થાન સરપંચે લીધું. ધારાસભ્યનાં ચૂંટણીની જો વાત કરીએ તો 1975 બાદ ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વ માં આવી જે બાદ સતત ડાંગ જિલ્લાના જ વ્યક્તિઓ ચૂંટાઈ આવ્યાં હતાં. વાંસદા બેઠક હાલ અલગ છે અને તે નવસારી જિલ્લામાં સમાવિષ્ટ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ની ચૂંટણી વખતે પ્રચાર પ્રશાર વગેરેની વ્યવસ્થા અને ચૂંટણીપર્વ જેવું ન હોવાના કારણે ખાસ કોઈ માહોલ હોતો નહિ જેનાં કારણે 12 કે 15 હજાર મતદારો થી જ દાવેદાર પોતાની જીત મેળવી શકતા હતાં. દિવસો વીતતાં ગયાં લોકો લોકશાહી નું મહત્વ સમજતા ગયાં જે બાદ હવે ચૂંટણી અંગે મતદાતાઓ સજાગ બન્યાં.

( પાંચમી વિધાનસભા ) થી ઉમેદવાર અને હરીફ ઉમેદવારની યાદી
1975 - વિજેતા ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - પાર્ટી NCO - મત 12529 - લીડ 4162
1975 - હરીફ ઉમેદવાર - ગાવીત રતનભાઈ ગોવિંદભાઈ - કુલ મત- 8368
1980 - વિજેતા ઉમેદવાર - પટેલ ગોવિંદભાઈ માહુજભાઈ - પાર્ટી INC - મત 14763 - લીડ 6492
1980 - હરીફ ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - કુલ મત- 8271
1985 - વિજેતા ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - પાર્ટી INC - મત 20408 - લીડ 14351
1985 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત- 6057
1990 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી JDU - મત 26941 - લીડ 8116
1990 - હરીફ ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - કુલ મત- 18825
1995 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 46469 - લીડ 24798
1995 - હરીફ ઉમેદવાર - રામુભાઈ ડી. ઠાકરે - કુલ મત- 21671
1998 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 6425
1998 - હરીફ ઉમેદવાર - પવાર દશરથભાઈ સોબાનભાઈ - કુલ મત- 22185
2002 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 10147
2002 - હરીફ ઉમેદવાર - ભોયે વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 27188
2007 - વિજેતા ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - પાર્ટી BJP - મત 56860 - લીડ 7883
2007 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત- 48977
2012 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 45637 - લીડ 2422
2012 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 43215
2017 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 57820 - લીડ 768
2017 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 57052
લોકોની વસ્તીમાં વધારો થયો, ટ્રાન્સપોર્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ થઈ સાથે લોકો પોતાના મતાધિકાર વિશે જાગૃત બન્યાં અને ફરજીયાત મતદાન કરવા લાગ્યાં છે. તેમ છતાં આજથી 20 વર્ષ પહેલાં મતદાન વખતે દ્વેષભાવ વગરે જોવા મળતો નહિ. લોકો પોતાની ઈચ્છા મુજબ કોઈને પણ મત આપી શકતાં. જોકે આજેપણ તેઓ મુક્તપણે મતદાન કરે છે. પણ હવે રાજનીતિનાં નવા પ્રકારો અને શામદામ દન્ડની નીતિ આવી છે. સાથે જાતિ અને જ્ઞાતિ વ્યવસ્થા તેમજ ધાર્મિક સમીકરણો બંધાવા લાગ્યાં છે. મુખ્ય ધારાના રાજકારણના મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ ની જો વાત કરીએ તો કોંગ્રેસમાં જાતિ વિશેષ અંગે ઓબીસી, દલિત,આદિવાસી મુસ્લિમ વગેરે જાતિ આધારિત રાજનીતિ જોવા મળે છે જ્યારે ભાજપ પક્ષ જાતિ તો ખરું જ પણ ધાર્મિકતા અંગે હિંદુત્વના મુદ્દા સાથે રાજકારણ કરતાં આવ્યાં છે. આ મુદ્દાઓ સાથે ડાંગ જિલ્લાનાં આદિવાસી વચ્ચે પ્રસરેલા રાજકારણ ની જો વાત કરીએ તો અહીં દરેક લોકો આદિવાસીઓ છે એટલે કે દરેક લોકો એક જ જાતિના હોવાના કારણે જાતિ વિશેષયક પરિબળ કામ કરતું નથી જોકે આદિવાસીઓમાં પણ પેટા જ્ઞાતિઓ જોવા મળે છે. કૂનબી, કોંકણી, વારલી અને ભીલ. જાતિ આધારિત સમાજનાં પ્રતિનિધિત્વની વાત કરીએ તો કુનબી અને કોકણી જાતિનાં લોકો વધારે સક્રિય છે. તેમ છતાંય ક્યારેય ચૂંટણી અંગે ભેદભાવ જોવા મળ્યો નથી. છેલ્લાં 12 વર્ષથી ડાંગ જિલ્લામાં સ્થાનિક પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા ગીરીશભાઈ ભોયે જણાવે છે કે ડાંગ જિલ્લામાં કોઈપણ જાતિ સમીકરણ ક્યારેય અસરકારક નહિ બને કારણ દરેક આદિવાસી લોકો જેઓ જાતિ અને ભેદભાવ માં માનતા નથી.

રાજનેતાઓ થી ઉદ્દભવેલ સામાજિક દુષણો.
આશરે 20 વર્ષ અગાઉ લોકો ચૂંટણીમાં કોઈને પણ પોતાની ઈચ્છા મુજબ મત આપતાં અને સામેના પ્રતિનિધિઓ હોંશેહોંશે લોકો દ્વારા આપવામાં આવેલ જનાદેશને સ્વીકારી લેતાં. દરેક લોકોનું કામ કરવું સાથે સમાજમાં સામાજિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ અગત્ય ભૂમિકા રહેતી હતી. જોકે હવે ક્યાંક આ બાબતે અભાવ જોવા મળી રહ્યો છે. અમુક ગામડાઓમાં આદિવાસી સામાજિક પ્રસંગોમાં ભંગાણ જોવા મળે છે જેને નકારી શકાય નહીં. ચૂંટાયેલા પ્રતિનિધીઓ પોતાની સત્તામાં એટલા મગ્ન હોય છે કે તેઓ જનાદેશને સ્વીકારવા તૈયાર નથી હોતા. જો કોઈ પાર્ટી નો પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યો હોય અને જ્યારે અન્ય પાર્ટીનાં માણસોનું કામ કે પ્રશ્નો ઉકેલવાના હોય ત્યારે તે ભેદભાવ દાખવે છે. આ ભેદભાવો એટલા પ્રસરી ગયાં છે કે આદિવાસીઓનાં મુખ્ય ત્રણ પ્રસંગો જન્મ, લગ્ન અને મરણ આ ત્રણે પ્રસંગોમાં દ્વેષભાવ અને ભેદભાવ ભૂલીને દરેક ગામલોકોની હાજરી આવશ્યક છે. જેમાં હવે દરેક ગ્રામજનોની હાજરી જોવા મળતી નથી કારણ ત્યાં ચૂંટાયેલ પ્રતિનિધિની નકારાત્મક માનસિકતાં જે માણસોમાં પોલિટિકલ પાર્ટી વચ્ચેના ભેદભાવ ને પ્રોત્સાહિત કરે છે. છેલ્લાં 25 વર્ષથી મતદાનનું મહત્વ સમજી મતદાન કરનાર લક્ષમણભાઈ ગાવીત જણાવે છે કે નેતાઓના પાર્ટી ભેદભાવ વચ્ચે ગામમાં કે કુટુંબમાં દ્વેષ અને વિરોધાભાસ ઉભો થાય છે. જે ગામની અખંડિતતા અને એકતાં ને તોડે છે. આદિવાસી સમાજમાં મૃત્યુ અને લગ્ન પ્રસંગ ખાસ મહત્વનાં પાસા ગણાય છે ત્યાં સમાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હાજર રહેવું આવશ્યક છે.
રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિત્વ
બારીપાડા ગામનાં માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ ભોયે જણાવે છે કે ડાંગમાં પુરુષ અને મહિલાઓ નું પ્રતિનિધિમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દિનેશભાઇ સતત 17 વર્ષ સુધી ડાંગનાં રાજકારણમાં સક્રિય રહ્યાં છે.
નેતાઓ માટે લોકનું પ્રતિનિધિત્વ મહત્વ
દિનેશભાઇ વધુમાં જણાવે છે કે ડાંગ જિલ્લાનાં લોકો પ્રીતિનિધિઓનાં કામ કરવાની પદ્ધતિઓ જોય છે જો પ્રતિનિધીઓની કામગીરી લોકોને સંતોષકારક લાગે તો લોકો ચોક્ક્સ થી તમને ચૂંટી કાઠશે સાથે પ્રતિનિધિઓનાં સ્વભાવ ખુબજ નિર્ણાયક ભુમિકા ભજવે છે. જેનું ઉદાહરણ મંગળભાઈ ગાવીત કે જેઓ 2012 અને 2017માં ધારાસભ્ય પદે બે વખત ચૂંટાઈ આવ્યાં હતાં. તેઓ નાનાં માં નાનાં માણસ જોડે સબંધ રાખી દરેક લોકોના સુખ, દુઃખ ના પસંગે પહોંચી જાય છે. જેથી તેઓ આજેપણ પ્રબળ લોક ચાહનાં ધરાવે છે. લોક ડાઉન દરમિયાન એકમાત્ર ડાંગ જિલ્લાના નેતા મંગળભાઈ ગાવીત જેઓ રાતદિવસ લોકોની પડખે રહી લોક સેવા કરતાં જોવા મળ્યાં હતાં. લોકસેવાનાં લીધે જ તેઓ નાનાં બાળકોથી લઈ વડીલોમાં પણ પોતાની લોક ચાહનાં ધરાવે છે.

આ બધાંથી વિશેષ મંગળભાઈ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ પોતાના ફાયદા માટે તેઓએ જનાદેશને ઠુકરાવી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયાં છે. તેમ છતાંય લોક ચાહનાં અને લોકોનાં પ્રતિનિધિત્વ ને કારણે તેઓ જંગી બહુમતી મતો અપાવી શક્યાં છે.
લેખક : ઉમેશ ગાવીત ( ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિદ્યાર્થી )