“નિશાન ચૂક માફ
પણ નહિં માફ નીચું નિશાન” આ વાક્યને સાર્થક કરીને ગુજરાતના એક
નાનકડા જિલ્લામાંથી આવતી સરિતા ગાયકવાડે ભારતનું નામ દૂનિયાભરમાં રોશન કરી દીધું.
તાજેતરમાં ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે 4×400 રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. માની લઈએ કે તમે સારા પરિવારમાંથી
આવતા હોય અને સારી એવી તાલીમ મેળવી હોય તો તમે કદાચ વહેલી તકે આ મૂકામ હાંસિલ કરી
શકો. ડાંગના કરાડીઆંબા ગામમાં સરિતા ગાયકવાડનું પરિવાર મજૂરી કામ કરીને ગૂજરાન
ચલાવે છે. આ ગરીબીના સંઘર્ષમાં પણ સરિતા ન હારી અને દેશની નામના ડાંગના અંતરિયાળ
ગામથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધારી દીધી. તો હવે વિસ્તારથી વાત કરીએ
સરિતાના સંઘર્ષ વિશે.
સરિતા ગાયકવાડને
ડાંગના રહેવાસીઓએ પોતાનું અલગ જ નામ આપી દીધું છે. હવે તેને લોકો સરિતાના નામે
નહિં પણ “ડાંગ એક્સપ્રેસ” ના નામે બોલાવવા લાગ્યા છે.
1 જૂન 1994ના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કરાડીઆંબા ગામમાં સરિતા ગાયકવાડનો
જન્મ થયો. કોઈએ વિચાર્યું પણ નહિં હોય કે આ સરિતા એવી ઝડપથી દોડશે અને દેશ માટે એક
દિવસ ગોલ્ડ મેડલ લાવી આપશે. સરિતાના ગામમાં માત્ર 45 જ ઘરો તેમનો મુખ્ય વ્યવસાય
ખેતમજુરીનો. પિતાની આવકથી ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચાલે. સરિતાએ કોલેજ સુધીનો
અભ્યાસ ચિખલી ખાતે કર્યો. સરિતા શાળા દરમિયાન ખો-ખોની પ્લેયર હતી બાદમાં સરિતા
ખેલમહાકૂંભમાં ભાગ લેવા માંડી અને અનેક મેડલો દોડની રમતમાં લાવી. ખો-ખોની રમતમાં 9
મિનિટ સુધી દોડતી આ સરિતાને તેના એક શિક્ષકે પારખી લીધી અને તેને દોડમાં ભાગ લેવા
સલાહ આપી. ત્યારથી ડાંગની ડાંગ એક્સપ્રેસ દોડવા લાગી અને સફળતાના દરેક સ્ટેશનોને
સર કરવા લાગી.સરિતાના ઘરમાં ટીવી ન હતું પણ મેડલોની સંખ્યા અનેક હતી.
![]() |
સરિતાના મેડલ |
§ સરિતાની અન્ય સિદ્ધીઓ
Ø
ખેલ મહાકૂંભમાં રાજ્યકક્ષાએ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 4×400 મીટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
Ø
એશિયન ગેમ્સ ઈન્ટરનેશનલ જકાર્તા
ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ઈવેન્ટમાં 400 મીટર અને 4×400 રીલે દોડમાં ગોલ્ડ
મેળવ્યો.
Ø
2017ના વર્ષમાં આંધ્રપ્રદેશમાં નેશનલ
ઈન્ટરસ્ટેટ સિનિયર ચેમ્પેયનશિપની 400 મીટર દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ
Ø
2014ના વર્ષમાં કર્ણાટક ખાતે યોજાયેલી
દોડની 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
Ø
2015ના વર્ષમાં જમ્મુ-કશ્મીરમાં
યોજાયેલી 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
Ø
પટિયાલા ખાતે યોજાયેલી ઈન્ટર
યુનિવર્સિટીની 400 મીટર દોડની સ્પર્ધામાં સિલ્વર મેડલ
Ø
મેંગ્લોર ખાતે યોજાયેલ 400 મીટર દોડની
સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ
Ø
ખો-ખોની સ્પર્ધામાં અંદાજે 10 વખત
નેશનલ ટીમમાં સમાવેશ
Ø
2016ના ખેલમહાકૂંભમાં વડોદરા ખાતે 4
ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
Ø
હાલમાં અમદાવાદ ખાતે ઈન્કમટેક્ષ ઓફિસમાં
ઓફિસર તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક
Ø
ગુજરાત સરકાર તરફથી ” કૂપોષણ મૂક્ત ગુજરાત” અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં
આવી.
Ø
વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની
બ્રાંડ એમ્બેસેડર
Ø
કોમનવેલ્થ ગેમ્સમ માટે પસંદગી પામનારી
પ્રથમ ગુજરાતી મહિલા
Ø
એશિયન ગેમ્સમાં ગોલ્ડ લાવનારી પ્રથમ
મહિલા
Ø
ડાંગ જિલ્લા પોલિસ ફોર્સની બ્રાંડ
એમ્બેસેડર
Ø
એશિયન ગેમ્સમાં 4×400 મીટર દોડમાં 35
દેશના સ્પર્ધકોમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.
જીવનમાં સૌથી
અઘરી વસ્તું હોઈ છે ગરીબીમાં રહીને પણ કંઈ કરીને બતાવવું. સરિતા ગાયકવાડે પરિવારની
ગરીબી જોયેલી. પરિવાર પણ તેની સાથે રહ્યો. દિકરીને તેની સિદ્ધી મળે અને તે આગળ વધે
તે માટે પરિવારે સતત દીકરીને ટેકો આપ્યો. માતા-પિતાએ ખેતરોમાં કાળીમજૂરી કરીને પણ
દિકરીના સપના માટે બધુ કર્યું. કહેવાય છે ને મોરના ઈંડા ચિતરવા ન પડે. સરિતાએ પણ
પરિવારને નામના અપાવી. જે માતા-પિતાને દિકરીના લીધે સમાજના મેણા સાંભળવા પડતા હતા.
સરિતાની બે બહેનોના અભ્યાસ માટે એક વખત પૈસાની જરૂર પડેલી. સરિતાના માતા-પિતા તેમને
ઓળખતા મિત્રો પાસે પૈસા લેવા ગયેલાં. પરિસ્થિતિ એવી થઈ કે સરિતાના માતા-પિતાને
કોઈએ પણ પૈસા આપ્યા નહિં. ઘરે આવીને સરિતાના માતા-પિતા રડવા લાગે છે. આ જોઈને
સરિતા મનમાં ગાંઠ બાંધી લે છે કે એક દિવસ જરૂર હું મારા પરિવારને આ ગરીબીમાંથી
બહાર લાવીશ. આ દિવસ બાદ જ્યારે પણ સ્પર્ધા હોય ત્યારે સરિતા આ ધટનાને યાદ કરતી અને
પોતાની બધી જ તાકાત તે રમતને જીતવા માટે લગાવી દેતી. સરિતાને થતું કે આ માત્ર રમત
પરની જીત નથી પણ પોતાના પરિવારની ગરીબી પરની જીત છે. સરિતા કહે છે એમને કોઈ વધારે
રુપિયાની જરૂર નથી પણ તે માત્ર પોતાના પરિવારને આ ગરીબીમાંથી મૂક્ત જોવા માગે છે. હવે
લોકો આ ગોલ્ડ મેડલની સિદ્ધી બદલ સરિતાના માતા-પિતાને અભિનંદન આપવા લાગ્યા. સમય
સાથે સરિતાએ સાહસ કર્યુ પૂરી ક્ષમતા સાથે અને વિશ્વમાં ડાંગ જિલ્લાના નાનકડા
ગામનું નામ રોશન કરી દીધું. સરિતાને આ લક્ષ્ય સુધી પહોંચવામાં તેના કોચ અને
માતા-પિતાનો ખાસ સહયોગ મળ્યો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલની સાથે જ ગુજરાત સરકારે
તેને બિરદાવવા માટે 1 કરોડ રૂપિયાની સહાય કરી. આ રકમથી સરિતા વધુ આગળ વધી શકશે અને
તેના માતા-પિતાનું જીવનધોરણ પણ ઊંચું લાવી શકશે. સરકારના ઠરાવ પ્રમાણે સરિતાને
થોડા સમય પછી સરકારના વિભાગમાં કલાસ 1 અધિકારીની નોકરી પણ આપશે. આદિવાસી વિસ્તારોમાં આજે પણ અનેક
સમસ્યાઓ છે. જંગલ વિસ્તારો હોવાથી સરકારી નિયમો પ્રમાણે પર્યાવરણના જતન માટે ત્યાં
ઉદ્યોગો સ્થાપવાની પરમિશન મળતી નથી. આથી રોજગારીનો સૌથી મોટો પ્રશ્ર્ન છે. સરિતાએ
આ વાતાવરણમાંથી નિકળીને આંતરરાષ્ટ્રીય આકાશને આંબી લીધું છે. કહેવાય છે ને કે
જીવનમાં કંઈક એવું કામ કરો જેથી લોકોને પ્રેરણા મળે. સરિતા આદિવાસી સમાજમાં એક
મિશાલ બનીને આવી છે જે કહે છે કે દીકરી પણ કંઈક કરી શકે છે બસ તેને પ્રોત્સાહન
આપો. તેને આગળ વધવાની તક આપો.
નામ- સરિતા
ગાયકવાડ
પિતાનું નામ-
લક્ષ્મણભાઈ ગાયકવાડ
માતાનું નામ-
રમુબેન ગાયકવાડ
ભાઈનું નામ-
દાનેશ્વર ગાયકવાડ
પરિવારના અન્ય
સભ્યોમાં સરિતાની બે બહેનો પણ છે.
સરિતાના
ટ્રેનીંગ કોચ: આજી મોહન
માહિતી
એડિટર-ઉમેશ ગાવીત