Thursday, April 19, 2018

ચીંચલી ગામના યુવાનો દ્વારા જંગલ બચાવો અભિયાન

ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામના યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી જંગલ બચાવો અભિયાન હાથ ધરાયું છે.

ચોમાસાની ઋતુમાં ડાંગના જંગલોમાં જાણે લિલી સાડી પાથરી હોય તે રીતના દરેક ડુંગરાઓ માં લીલોતરી જોવા મળે છે

જે લીલોતરી આંખોને થડક આપે છે પણ એજ ડુંગરાઓ ઉનાળાની ઋતુમાં સાવ ઉજ્જડ  દેખાય છે. ઘણી જગ્યાએ ગામોમાં શિકારીઓ ફક્ત નાનકડાં શિકારને મેળવવા માટે આખું જંગલ સળગાવી દેતા હોય છે. ઘટાદાર જંગલમાં આગ લાગે તો તેને કાબુમાં લાવતા લાવતા તો આખું જંગલ સળગી જાય છે.
જે ખૂબ જ બેદરકારી રૂપ છે. બળતણના લાકડાં માટે જંગલ ને આડેધડ કાપવામાં આવે છે. માલિકીના લાકડાં વેચવા માટે પણ લોકો કિંમતી સાગી લાકડાઓને કાપે છે. જે આવનાર ભવિષ્યમાં ખૂબજ નુકસાનકારક થઈ શકે છે.

આવી બધી ઘટનાઓ ને રોકવા અને જંગલને હમેશાં લીલોતરું રાખવા માટે ચીંચલી ગામના યુવાનોએ પોતે જ ગામની ટીમ બનાવી જંગલ બચવાનું નક્કી કર્યું. ચીંચલી ગામની નજીક મહારાષ્ટ્ર બોડર આવેલ છે બીજા ગામના લોકો જંગલને આડેધડ કાપી ના જાય તથા ગામ લોકોને પોતાની જરૂરિયાત મુજબના જ લાકડાં લઈ જવાની શર્ત સાથે છેલ્લા 10 વર્ષ થી આ યુવાનો આખી રાત જંગલમાં ચોકીદારી કરે છે. અને જંગલ  બચવાનો પ્રયાસ કરે છે. જે વાત સૌ ડાંગી લોકો માટે પ્રેરણા દાયક છે કે જંગલ ખાતા ના અધિકારીઓ જે કામ ના કરી શક્યા તે કામ ગામના સૌ લોકો સાથે મળીને કરે છે. 

વધુમાં ચીંચલી ગામના યુવાનો વિશે વાત કરીએ તો ગામના યુવાનો ની એકતા દરેક બાબતે એક રહી છે. ગામના કોઈ પણ સુખ દુઃખ ના પ્રસંગે સૌ યુવાનો ગ્રામજનો ને સાથે લઈને ચાલે છે. કબડી નો ખુબજ ગાંડો શોખ ધરાવતા ચીંચલી ગામના યુવાનો ડાંગમાં રમત ક્ષેત્રે પ્રથમ નંબરે છે. ડાંગી નૃત્ય જે ડાંગમાં ખુબજ પ્રખ્યાત છે  અને ડાંગી નૃત્યમાં જ આદિવાસી એકતા રજૂ થાય છે આદિવાસી લોકોની એકતા દાખવતા આ નૃત્ય ને ચીંચલી ના યુવાનોએ દેશભરમાં પ્રખ્યાત કર્યું છે.જે ખૂબ જ ગૌરવની વાત છે .


No comments:

Post a Comment

ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

  ગુજરાત   વિધાનસભાની  173  બેઠક   માટે   પેટા   ચૂંટણી   યોજાવાની   છે .  આ   બેઠક   ઉપર  2017 માં   કોંગ્રેસ   પક્ષમાંથી   ચૂંટાઈ   આવેલા ...